PM મોદી આજે લોન્ચ કરશે 75 રૂપિયાનો સિક્કો, કારણ છે એકદમ ખાસ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 16 ઓક્ટોબરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. ખાદ્ય અને કૃષિ સંગઠન (Food and Agriculture Organization)ની 75મી વર્ષગાંઠના અવસરે આ ખાસ સિક્કો બહાર પાડવામાં આવશે.

PM મોદી આજે લોન્ચ કરશે 75 રૂપિયાનો સિક્કો, કારણ છે એકદમ ખાસ 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે 16 ઓક્ટોબરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. સયુંકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (Food and Agriculture Organization)ની 75મી વર્ષગાંઠના અવસરે આ ખાસ સિક્કો બહાર પાડવામાં આવશે. એટલું જ નહીં હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની 17 biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 75 રૂપિયાનો આ ખાસ સિક્કો બહાર પાડીને ભારત તથા FAO વચ્ચે મજબૂત સંબંધને દર્શાવવાની યોજના છે. 

આ  કાર્યક્રમમાં સરકારનો મુખ્ય ભાર કૃષિ અને પોષણ ક્ષેત્રે રહેશે. આ દરમિયાન દેશમાં કૂપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવા અંગે પણ સંકલ્પ લેવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ આયોજનને લઈને નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. જેમાં કહેવાયું કે નબળા વર્ગો અને જનતાને આર્થિક તથા પોષક રીતે મજબૂત કરવાની યાત્રા ખરેખર શાનદાર રહી. 

ભારત સાથે ઐતિહાસિક નાતો
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને મહિલા તથા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. એફએઓનો લક્ષ્યાંક લોકોને પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ભોજન નિયમિત રીતે સુનિશ્ચિત કરવાનું છે જેથી કરીને તેઓ સક્રિય અને સ્વસ્થ રહે. FAOનું કાર્ય પોષણનું સ્તર ઉઠાવવું, ગ્રામીણ જનસંખ્યાનું જીવન સારૂ બનાવવું અને વિશ્વ અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં યોદાન આપવાનું છે. FAOની સાથે ભારતનો સંબંધ ઐતિહાસિક રહ્યો છે. 

ડૉ. બિનય રંજન હતા ડાયરેક્ટર જનરલ
પીએમઓ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ભારતીય સિવિલ સેવા અધિકારી ડૉ. બિનય રંજન સેન 1956થી 1967 દરમિયાન FAOના ડાઈરેક્ટર જનરલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ World Food Programme (WFP)ની સ્થાપના થઈ હતી. અત્રે  જણાવવાનું કે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) ને આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર  મળ્યો. વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને સન્માન આપવાની હાલમાં જ જાહેરાત કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news